Menu

પરિવાર અને બાળ સ્વાસ્થ્ય

કઈક લખવા માટે વિષય વિચારતો હતો ત્યાં જ એક કિસ્સો યાદ આવી ગયો. થોડા સમય પહેલા બાળકો ના સમર કેમ્પ માં વ્યાખ્યાન આપવા જવાનું થયું. બધા બાળકો ને એ દિવસ ની પ્રવૃત્તિ ના ભાગ રૂપે કઈક ને કઈક વાનગી ઘેર થી લઈ આવાનું કહેવામા આવ્યું હતું અને મારો વ્યાખ્યાન નો વિષય પણ “આપણાં સ્વાસ્થય માટે ખોરાક નું મહત્વ” સમજાવવાનો જ હતો. સમય થયો એટલે બધાના લંચ બોક્ષ ખૂલ્યા અને જે જોવા મળ્યું એનાથી સમાજ માં ફેલાયલી સ્વાસ્થ્ય પ્રત્યેની અજ્ઞાનતા નો મને પ્રત્યક્ષ પરિચય થયો. પાંચ થી પંદર વર્ષ ની વય ના એ ૬૦ બાળકો માથી અડધો અડધ બાળકો ના નાસ્તા માં નૂડલ્સ જોવા મળી અને ૧૦ થી વધુ બાળકો બ્રેડ અને જામ અથવા સેન્ડવીચ સાથે આવ્યા. હતા. બાકી બચેલા થોડા જ બાળકો નાસ્તા માં પૌષ્ટિક કહી શકાય તેવું લાવ્યા હતા. લગભગ એક કલાક પહેલા ઇન્સ્ટન્ટ રીતે બનાવેલી એ નૂડલ્સ જ્યારે તેમના પાચન તંત્ર માં પ્રવેશ કરતી હશે ત્યારે શું હાલત થતી હશે એ જાણીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે.

અહીં પ્રશ્ન બાળકો ની વૃત્તિ નો નથી,પરંતુ વાલીઓ અને શિક્ષકો ની અજ્ઞાનતા નો છે. આપણાં દેશ માં બાળ સ્વાસ્થ્ય પર કરોડો રૂપિયા વપરાય છે અને સરકાર જાણીતા કલાકારો દ્વારા ટીવી પર કૂપોષાણ ની સમસ્યા અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરેછે. આ સમસ્યાઓ ગરીબ અને અમિર વર્ગો માં અલગ અલગ રીતે જોવા મળી છે. એક તરફ પૂરતા આહાર નો અભાવ છે, તો બીજીતરફ શરીર માટે હાનિકારક અને પોષણ સંબંધે બિનુપયોગી પરંતુ આકર્ષક પેકિંગ માં ઉપલબ્ધ આહાર આરોગતા બાળકો છે. આજની આપણી આ વાત બીજા પ્રકાર ના સમાજ માટે છે. આપણાં બાળકો ને ભણવામાં,રમવામાં અને સમાજ ના દરેક સ્તર પર આપણે આગળ જોવા માંગીએ છીએ અને એ માટે જરૂરી હોય છે શરીર અને મન નો સંપૂર્ણ વિકાસ. આ વિકાસ નો ઘણોખરો આધાર ખોરાક પર રહેલો છે. જેવો આહાર તેવી તંદુરસ્તી, પરંતુ આજે આપણે આ વાત ને આંખ આડા કાન કરીએ છીએ અને ટીવી માં કે અન્ય માધ્યમો માં દર્શાવાતી જાહેરાતો નું આંધણુ અનુકરણ કરવા લાગીએ છીએ. એક સામાન્ય ઉદાહરણ થી આ વાત ને સમજીએ. આજકાલ જાહેરાતો માં એવું દર્શાવાય છે કે જો આપના બાળકો ની મન અને તન ની શક્તિ વધારવી હશે તો એમને ફક્ત દૂધ આપવાથી નહીં ચાલે.એમને અમારી કંપની નો આ ચોકલેટ પાઉડર એમાં ઉમેરીને આપો જેનાથી જ સંપૂર્ણ પોષણ મળશે.આ પ્રકાર ની કેટલીયે જાહેરાતો નો આજે રાફડો ફાટયો છે.દૂધ ની સંપૂર્ણ આહાર તરીકેની સાચી વાત ને ભુલાવી દેવામાં આવી છે અને તેના પ્રાકૃતિક મીઠાસ ધરાવતા ગૂણ ને આપણાં જ બાળકો ને સમજાવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ અને પરિણામ સ્વરૂપ એવી સ્થિતિ સર્જાય છે કે બાળકો આ ચોકોલેટ નો સ્વાદ માણવા દૂધ પીવેછે નહીં કે દૂધ પીવાની જરૂરિયાત સમજીને.હવે આ અવસ્થા ની બીજી આડઅસરો એ થઈ રહી છે કે ચોકોલેટ માં રહેલા મૂળ તત્વ એવા કોકો ના આ બાળકો વ્યસની બનતા જાયછે અને કૃમિ,ઓછી રોગપ્રતિકારક શક્તિ અને કેટલાય રોગો ના મૂળ શરીર માં ફેલાતા જાય છે. આવું તો ઘણુએ ધીમું ઝેર આપણે આપણી જ સંતાનો ને દરરોજ નિયમિત રીતે આપતા રહીએ છીએ.

અભ્યાસ ના ભાગરૂપે ચાર વર્ષ પહેલા મારે શાળા આરોગ્ય કાર્યક્રમ માં જોડાવાનું થયું અને જેમાં કચ્છ ના જ એક તાલુકા ની શાળાઓ ના લગભગ પાંચ હજાર થી વધુ વિધ્યાર્થીઓ નું વાર્ષિક આરોગ્ય પરીક્ષણ કરવાનો મને મોકો મળ્યો. મારા એ અનુભવ ના આધારે હું વિશ્વાસપૂર્વક માનું છું કે નાની વયે જોવા મળતા રોગો માં દાંત ના રોગો નું પ્રમાણ સૌથી વધુ જોવા મળેછે અને જેનું મૂળ કારણ છે આપણી સાચા ખોરાક ની પસંદગી નો અભાવ. આપણે જલ્દી બની જાય એવું શોધીએ છીએ કારણકે વહેલી સવારે શાળાએ જતાં બાળક ને ગરમ નાસ્તો બનાવી આપવાનો સમય આપણી પાસે નથી અને જેથી આપણે “શોર્ટકટ” શોધીએ છીએ. બાળકે સચિન તેંદુલકર અને અમિતાભ ને ટીવી પર એ જાહેરાત માં જોયા હતા એટલે એ પણ એવું જ આરોગવા જીદ કરી રહ્યું છે અને તમે એની જીદ સામે હારી જાઓ છો અને પછી દર વખતે એ બાળક ના સ્વાસ્થય ના ભોગે એની એ જીદ પૂરી કરતાં રહોછો. ઘણા ઘરો માં આ પ્રકાર ના જંકફૂડ બાળક ને શાંત કરવા માટે લાલચ સ્વરૂપે પણ અપાય છે. આ આપણી અજ્ઞાનતા નથી તો શું છે કે ઘણીખરી શાળાઓ માં પણ બાળકો ના જન્મદિનો ની ઉજવણી આરોગ્ય ને નુકશાન કરતાં ઠંડાપીણા અને ચોકોલેટ થી થાય છે.મીઠાઈઓ નું સ્થાન આ સ્વાદિષ્ટ દુશ્મનો એ લઈ લીધું છે. આપણી આસપાસ પ્રકૃતિ એ વિવિધ પ્રકારની શાકભાજી અને ફળો નો ખજાનો ભરેલો છે પરંતુ આપણે આપણાં જ બાળકો ને તેનાથી નજીક લઈ જવામાં નિષ્ફળ જઈએ છીએ અને દોષ બીજાને આપીએ છીએ. નાનપણ થી જ જો તેમને શાક માર્કેટ માં સાથે લઈ જવાય તો તેમના આંતરમન માં એ દ્રશ્યો ની અસર બંધાતી જાય અને શાકભાજી અને ફળો સાથેના રોજિંદા સંપર્ક થી તેમના પ્રત્યેનો દ્વેષભાવ આપોઆપ ઓછો થઈ જાય.આ એક ખૂબ સરળ પણ અસરકારક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે.

જંકફૂડ જેવુ જ એક દૂષણ છે વ્યાયામ નો અભાવ. ભણીને ઘેર આવેલ બાળક ખૂબ થાકી ગયું હોવાથી અને એ ઘર માં જ રહે એવી ઘર ના લોકો ની માનસીકતા ને કારણે એમને કોમ્પયુટર અને વિડિયો ગેમ્સ આપી દેવામાં આવેછે. ધીમે ધીમે આ રમતો એના જીવન નો ભાગ બનતી જાયછે. આ રમતો માં કાં તો કોઈ સાથે મારપીટ કરવાની હોયછે, તો ક્યાક ચોરી કરવાની હોયછે. એનિમેશન ની આધુનિકતા ના પ્રતાપે ક્યાક લોહી રેળાય છે તો ક્યાક મન ને આતંકિત કરી મુક્તા દ્રશ્યો આબેહૂબ દેખાય છે. આશ્ચર્ય તો એ છે કે જ્યારે આ બધુ રમીને બાળક હરખાય છે! આ બધુ આપણી સામે જ થાય છે,તો પણ આપણને ખબર પણ નથી પડતી કે આપણે કઈ માનસિકતા ને જન્મ આપી રહ્યા છીએ. આ દ્રશ્યો ની અસરો ભવિષ્ય માં વિકૃત માનસ ને જન્મ આપે તો નવાઈ નથી. અમેરિકા જેવા દેશો માં આ કારણોસર જ બાળગુનાઓ નું પ્રમાણ વધી રહ્યું છે અને આપણાં દેશ માં પણ એની શરૂઆત થઈ ચૂકી છે. આપને જાણતા થોડી અતિશયોક્તિ લાગશે પરંતુ કોરિયા માં તો એટલી હદ સુધી આ બદી વધી ગઈ છે કે બાળકો રમત માં ને રમત માં હતોત્સાહ થઈને આત્મહત્યા કરી લીધી હોય એવા બનાવો પણ નોંધાયા છે.ઇન્ટરનેટ ના બહોળા ચલણ બાદ આપણી યુવાપેઢી ને ફેસબુક, વોટ્સઅપ અને યુ ટ્યૂબ ની લત લાગી છે એ વાત ને તો કોઈ પુરાવા ની પણ જરૂર નથી અને હજુ તો અંગ્રેજી ના પ્રથમ સોપાન સુધી પહોચેલું બાળક પણ

Share :