Menu

પ્રિય વિદ્યાર્થી મિત્રો!! બોર્ડ ની પરીક્ષા નજીક છે.. તમારું સ્વાસ્થ્ય સંભાળજો!!

વ્હાલા વિદ્યાર્થી મિત્રો !! મને ખ્યાલ છે કે બોર્ડ ની પરીક્ષાઓ દેખા દઈ રહી છે અને આપ સૌ અભ્યાસક્રમો નું “રિવીઝન” કરવામાં વ્યસ્ત હશો. તમારી પાસે કલાકો તો શું પણ મીનીટો નો સમય પણ નહિ હોય. એમાં પણ ફક્ત છેલ્લા દિવસો માં જ યુદ્ધ ની તૈયારીઓ કરવાવાળા મિત્રો માટે તો સેકન્ડો માં હિસાબ થતો હશે,પણ આ બધી ભાગા દોડી વચ્ચે થોડો સમય કાઢી અને આ લેખ વાંચજો. કેમ કે આ લેખ લખવા નો હેતુ તમારી સફળતા માં સ્વાસ્થ્ય ઉમેરીને તેમાં વધારો કરવાનો છે. “પરીક્ષા” એટલે એવી રીક્ષા કે જેમાં સવાર થઈને જ આપણે સહુ જીવન માં આગળ વધીએ છીએ. પછી એ સ્કૂલ કોલેજો ની પરીક્ષા હોય કે જીવન નાં માર્ગ પર આવતી વિવિધ અન્ય પરીક્ષાઓ. આ દરેક પરીક્ષાઓ માં સફળ થવા માટે ઘણી બાબતો મહત્વ ની હોય છે અને તેમાં પણ સ્વાસ્થ્ય એ સર્વે થી પર છે. ભણવામાં સહુથી હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષા નાં દિવસો માં બીમાર થઇ જાય તો એ સફળ નહિ થાય, અથવા તો પરીક્ષા નાં દિવસો માં કલાકો વાંચવા છતા યાદ નહિ રહેતું હોય તો એવી તૈયારીઓ નો કોઈ ખાસ ફાયદો નહિ થાય. માટે જ પરીક્ષાઓ ની તૈયારીઓ નાં દિવસો માં આપના સ્વાસ્થ્ય નું જતન અત્યંત જરૂરી બની જાય છે. જો તમે આ દિવસો માં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છો તો જ તમે સફળ થશો.

પરીક્ષા નાં દિવસો માં સહુથી મહત્વ નું હોયછે સમય નું મેનેજમેન્ટ. તમારા દિવસ ની શરૂઆત આંખ ઉઘડતા ની સાથે જ પુસ્તકો થી કરવા કરતા સૂર્યનમસ્કાર અને ધ્યાન જેવી મહત્વ ની પ્રક્રિયાઓ થી કરો. આ બંને માટે વધુ સમય નહિ જોઈએ અને એનાથી બાકીના આખા દિવસ માટે જરૂરી બળ પણ મળી રહેશે. જો શરીર હળવું રાખશો તો વાંચન પણ બોજારૂપ નહિ બને. સૂર્યનમસ્કાર દ્વારા સાંધાઓ અને વિવિધ સ્નાયુઓ ને જોઈતી કસરત પણ મળી રહેશે અને ધ્યાન દ્વારા એકાગ્રતા માં વધારો થશે. દિવસ ની શરૂઆત નો એ અડધો કલાક પણ તમારા આખા દિવસ નો આધ્યાત્મિક ખોરાક બની રહેશે. સ્નાન એ બહુ સામાન્ય લાગતી રોજબરોજ ની આપણી પ્રક્રિયા છે, પરંતુ પરીક્ષા ની તૈયારીઓ માં ઘણા વિદ્યાર્થીઓ એના રોજીંદા સમય ને અવગણે છે જેને લીધે શરીર ની ઉર્જા માં ઘટાડો થાયછે અને પરિણામે વાંચન નો થાક વધુ જલ્દી થી લાગેછે. અતિવ્યસ્તતા વચ્ચે પણ સવારે સ્નાન નો સમય જાળવવો અત્યંત જરૂરી છે.

ભોજન કેવું લેવું અને કઈ રીતે લેવું એના પર પણ પરીક્ષા કેવી જવાની છે એનો આધાર રહેલો છે. દરરોજ સવારે એક ગ્લાસ જેટલું ગાય નું દૂધ તમને ઉત્તમ યાદશક્તિ પૂરી પાડશે. આ દિવસો માં શારીરિક શ્રમ ખુબ જ ઓછો હોવાને કારણે સવાર નાં નાસ્તા માં ફણગાવેલા કે બાફેલા મગ,પૌવા,ઉપમા,ફળાહાર, મમરા,ખાખરા જેવો હળવો ખોરાક જ લેવો જોઈએ. પરીક્ષા ની તૈયારીઓ માં આપની ભોજન ની થાળી ડાયનીંગ ટેબલ પર થી વાંચન ની જગ્યા એ આવી જાયછે. એક તરફ પુસ્તક અને બીજી તરફ અન્ન નાં કોળીયા ને એકસાથે આરોગનારા મિત્રો ને ખ્યાલ જ નથી રહેતો કે તેમને શું અને કેટલું ભોજન લીધું, જેને કારણે પેટ માં પાચક રસો બનતા નથી અને ખોરાક નું પાચન મુશ્કેલ બની જાયછે. આથી એ ખાસ ખ્યાલ રાખો કે ભોજન નો સમય અને રીત બદલાય નહિ. ભોજન ની થાળી માં જે આવેછે એ બધું આરોગો. રોટલી,મગ ની દાળ, શાક,મોળી છાસ, કચુંબર અને રોજીંદા કરતા થોડા ઓછા ભાત એમ લગભગ બધું જ આરોગો. શરીર ને વધુ શક્તિ પ્રદાન કરનારો આહાર જેવા કે મગ, દુધી,પાલક,તુરિયા,લીલા શાકભાજી,કચુંબર નો ઉપયોગ વધારવો જોઈએ. આ બધો ખોરાક પચાવામાં પણ હળવો હોવાને કારણે શરીર ને ભારરૂપ પડતો નથી.મેદાવાળી,આથાવાળી વાનગીઓ,બટાટા,વાલ,વટાણા, હોટેલ હાટડીઓ નો ખોરાક ના લેવાય તેની ખાસ કાળજી રાખશો. ભોજન ઓછુ,સુપાચ્ય અને પોષક હોવું જરૂરી છે. ઉતાવળે લીધેલું ભોજન ક્યારેય સ્વાસ્થ્ય માટે લાભદાયી થતું નથી. ભૂખ કરતા થોડું ઓછુ જમો, કેમ કે પેટ ભરીને જમવાથી નીંદર આવી શકેછે અથવા આળસ આવી શકેછે. હા! સાંજ નાં ભાગ માં ફળો નો ઉપયોગ કરી શકાય. ફળો માં પણ સફરજન, દાડમ,દ્રાક્ષ,નારંગી,મોસંબી વધુ લેવા. કેળા,ચીકુ નો ઉપયોગ ઓછો કરવો. આપના માંથી ઘણા ને વાંચન ની સાથે વેફર,ચોકોલેટ અને બિસ્કીટ નાં પડીકાઓ નાં પડીકાઓ થી પેટ ભરવાનો શોખ હશે પણ એટલું યાદ રાખશો કે સ્વાદ થી લલચાવનારા એ “પેકેટ ફૂડ” નાં ઓવરડોઝ થી ક્યાંક તમે માંદગી ને આમંત્રણ ના આપી બેશો.

ખોરાક નાં નિયમો ની જેમ જ અન્ય કેટલાક નિયમો પાળવાથી પણ આપ સહુ નીરોગી રહેશો. જેમ કે મળ મૂત્ર નાં વેગો ને રોકશો નહિ, પૂરતી ઊંઘ કરી લેવી. વધુ વાંચવા માટે આંખો નાં ડોળા બહાર આવી જાય ત્યાં સુધી અભ્યાસ કરતા રહેવાથી કોઈ ફાયદો થતો નથી. અભ્યાસ નાં કલાકો વધુ મળે એટલે વધુ માર્ક્સ આવશે એ ભ્રામક વિચાર છે. અપૂરતી ઊંઘ થી યાદશક્તિ અને વાંચેલું ગ્રહણ કરવાની શક્તિ ને ઓછી કરે છે.આ ઉપરાંત શારીરિક દુર્બળતા અને વિવિધ રોગો નું કારણ પણ બને છે. પરીક્ષાઓ વખતે વિદ્યાર્થીઓ ની માથું દુખવાની કે તાવ આવી જવાની કે ઝાડા થઇ જવાની વધતી ફરિયાદો નું એક મહત્વ નું કારણ અપૂરતી ઊંઘ હોયછે. અભ્યાસ સમયે પૂરતું પાણી પીવાનું રાખો. આ ઉપરાંત “એનર્જી ડ્રીંક” તરીકે ફળો નો તાજો રસ કે લીંબુ પાણી લઇ શકાય. બહુ વાંચવા થી આંખો ને પણ શ્રમ પડેછે. આંખો નાં તેજ ને જાળવી રાખવા ત્રિફળા ના ઉકાળા ને ઠંડુ પાડીને એનાથી આંખ ને ધોઈ શકાય(ત્રિફળા આઈ વોશ). આ ઉપરાંત પણ દિવસ માં બે થી ત્રણ વખત સાદા પાણી નો આંખ પર છાંટવાથી આંખો ને હળવાશ મળશે. વાંચન ની પદ્ધતિ પણ બહુ મહત્વ ની હોય છે. ઘર માં પલંગ પર પગ પસારીને બેસીને, સુઈને કે પછી ચાલતા ચાલતા વાંચવાથી પુસ્તક અને મગજ નું કનેક્શન જળવાતું નથી. ખુરશી ટેબલ પર કે પછી ભોય પર આરામદાયક રીતે બેસીને અભ્યાસ કરવાથી કોન્સનટ્રેશન માં વધારો થશે. વાંચતી વખતે પુસ્તક પર સૂર્ય નું આછું અજવાળું(નેચરલ લાઈટ) પડે એ ઉત્તમ છે. રાત્રી નાં ભાગ માં કે અંધારિયા ઓરડા માં પણ પ્રકાશ ની તીવ્રતા ઓછી રાખવી. ઘણા મિત્રો ને વાંચન સમયે પુસ્તક ને પોતાનાથી બિલકુલ નજીક રાખીને એના પર ‘ઢોળાઈ’ પડવાની આદત હોય છે. એવું લાગે કે પુસ્તક વાંચવા ની નહિ પણ ખાવા ની કોઈ ચીજ હોય! આવા મિત્રો ને અક્ષરો અને આંખ વચ્ચે પુરતું અંતર રાખવું જરૂરી છે.

પરીક્ષાઓ નાં સમ

Share :